/connect-gujarat/media/post_banners/e8a896c67fbdd7b29b6b4327ec29d7275d3a64dc55b2e665b67773e8c2b4a9f8.jpg)
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હૉલ ખાતે રાજ્યમંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્વસહાય જૂથોને બેન્ક લીકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ તથા ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ગ્રામીણ અને શહેર વિસ્તારોમાં રહેતી મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ મહિલા ઉત્કર્ષની અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જેના થકી અનેક મહિલાઓ આર્થિક રીતે પગભર બની દેશના વિકાસમાં સરકારને સહયોગ આપી રહી છે. મહિલા સશક્ત બનશે તો જ દેશ સશક્ત બનશે, મહિલાઓને વ્યાજ મુક્ત લોન આપી તેમના આર્થિક વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીના યાદવ, ગ્રામ વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.