/connect-gujarat/media/post_banners/f9d4d47c10601c32b07e664fc2cbecdc2f4ce633c53902852b4b4ba802fbc65a.jpg)
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે પી.એમ.નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ઉત્કર્ષ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ તેની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત ચાર મુખ્ય યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી કામગીરી કરવામાં આવી નથી. આ ચાર યોજનામાં કુલ 13 હજાર કરતા પણ વધુ લાભાર્થીઓને આગામી તા.12 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે.
આ અંગેનો કાર્યક્રમ આવતીકાલે ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં યોજાશે જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજરોજ કામગીરીનું નિરીક્ષણ કરવા ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે