New Update
/connect-gujarat/media/post_banners/e5058bbe8cf1a4a9b7099763abb629569d70aa46beb807444ffe11ce726a1198.webp)
વાલિયા તાલુકાના તુણા ગામમાં રહેતા દેવેન્દ્રસિંહ માટીએડાનું ખેતર વાલિયાના નલધરી-વટારીયા ગામની સીમમાં આવેલ છે જેઓએ ખેતરમાં શેરડીનું વાવેતર કર્યું છે અને શેરડીમાં હાલ પાણી વાળવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ કોઈક અજાણ્યા ઈસમોએ તેઓના ખેતરમાં પ્રવેશ કર્યો હતો અને મોટરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા તસ્કરોએ અન્ય એક ખેતરમાંથી પણ મોટર અને વાયરોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે ખેડૂતોએ વાલિયા પોલીસ મથક ખાતે અરજી રૂપી ફરિયાદ નોંધાવી છે. અને માંગ કરી છે કે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે જેથી ચોરીની ઘટના બનતી અટકી શકે તેમ છે.
Latest Stories