New Update
/connect-gujarat/media/post_banners/629fa4913dca42ac40737a22d32c0f16df16e57c397d67d02978c875c43a62a2.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે નવીનગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે વિધવા મહિલા ઉર્મિલાબેન મહેન્દ્રસિંહ જાદવનું ગળું કાપી હત્યાને અંજામ અપાયો હોવાની ઘટના સામે આવતા પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે.ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી તેને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલા અંગે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.હાલ વિધવા મહિલાની હત્યા કયા કારણથી કરવામાં આવી છે એ દિશામાં પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે