ભરૂચ : આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ...

શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ વિવિધ કાંસની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે.

New Update
ભરૂચ : આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ...

ભરૂચ શહેરમાં વિધિવત રીતે ચોમાસું શરૂ થાય તે પહેલા જ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ વિવિધ કાંસની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેરમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે. જેના નિવારણ માટે ભરૂચ પાલિકા દ્વારા શહેરની નાની અને મોટી 22થી વધુ કાંસોની સાફ-સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે પાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ નગરપાલિકા વરસાદી કાંસોની સાફ-સફાઈ કરાવવા માટે લાખો રૂપિયા વેડફે છે. પરંતુ તેમ છતાં શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે, ત્યારે આયોજન પૂર્વક આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય તેમ છે. પાલિકા દ્વારા હિટાચી મશીનો, JCB મશીન સહિતના ઉપકરણો સાથે કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. જેમાં 70% કામગીરી નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં ભરૂચ શહેરની જનતાને પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ભરૂચ પાલિકા દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે.

Latest Stories