/connect-gujarat/media/post_banners/dd25b983d2eef0da0b1f13ab255917176ce1548e3388e5b8343f75e4c6cffa47.jpg)
ભરૂચ શહેરમાં નવજાત શિશુ તેમજ બાળકોના તમામ પ્રકારના રોગના ઈલાજ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી કાશી માઁ હોસ્પિટલનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
નવરાત્રીના પ્રથમ નોરતે ભરૂચ શહેરમાં શાલીમાર કોમ્પલેક્ષ ખાતે ચિલ્ડ્રન, નિયોનેટલ કેર અને સર્જીકલ વિભાગ ધરાવતી અદ્યતન સવલતો સાથે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, પીપલોદ સંચાલિત કાશી માઁ હોસ્પિટલનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે નવરાત્રી નિમિત્તે પ્રારંભ થયેલ કાશી માઁ હોસ્પિટલ ખાતે બાળકો માટે આરોગ્ય નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોનું કોઈપણ રોગનું નિદાન નવરાત્રીના 9 દિવસ સુધી કોઈપણ કન્સલ્ટિંગ ફી લીધા વગર કરવામાં આવશે. કાશી માઁ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિક એન્ડ જનરલ સર્જન ડો. હસમુખ ગઢવી અને બાળરોગ નિષ્ણાંત ડો. જેનુલ બાળરોગ નિષ્ણાંત તબીબી સેવાઓ આપશે. આ હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, પીપલોદના પ્રમુખ રાજુ સોની, મંત્રી નીલ સોની, ડો. ચાર્મી સોની, ડો. અંકિત દાણી, ડો. પ્રશાંત શાહ, ડો. અશોક જોહરી, અંકલેશ્વરની યશ બેંક મેનેજરના હીરલ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.