ભરૂચ : નવરાત્રી પૂર્વે ગરબીની માંગમાં વધારો, ગરબી સજાવટના કાર્યમાં કારીગરો વ્યસ્ત...

નવરાત્રિ પર્વને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચમાં માટીથી બનેલા ગરબા એટલે કે, ગરબીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.

New Update
ભરૂચ : નવરાત્રી પૂર્વે ગરબીની માંગમાં વધારો, ગરબી સજાવટના કાર્યમાં કારીગરો વ્યસ્ત...
Advertisment

નવરાત્રિ પર્વને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચમાં માટીથી બનેલા ગરબા એટલે કે, ગરબીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.

Advertisment

આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં માઁ આદ્યશક્તિની આરાધના કરવા લોકોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડથી લઇને ખેલૈયાઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં વ્યસ્ત છે. તો બીજી તરફ, માટીથી બનેલા ગરબા એટલે કે, ગરબીની માંગમાં વધારો નોંધાયો છે. ભરૂચના વેજલપુરના પ્રજાપતિ પરિવાર ગરબીને રંગો વડે સજાવટ કરી અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યો છે.

જોકે, આ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગરબીની વધુ ડિમાન્ડ જોવા મળી છે. જેના ગર્ભમાં દીવો છે, અને એવો ઘડો એટલે સંસ્કૃતમાં દીપગર્ભો ઘટ કહેવાય છે. જોકે, તેમાંથી થયો દીપગર્ભો, પછી ગરભો અને અંતે ગરબી તરીકે ઓળખાય છે. ગરબીને માથે રાખી કે, ગરબા રમતા હોય ત્યાં વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ગરબો જ કહેવાયો. આ માટીના ઘડા પહેલા ભરૂચના વેજલપુર વિસ્તારમાં રહેતા મહેશ પ્રજાપતિના પિતા ચાકડા પર માટીમાંથી બનવતા હતા. પણ હવે તેઓ આ ઘડા તૈયાર લાવે છે, જે કિંમતે થોડા મોંઘા પડતાં હોય છે. નવરાત્રી દરમ્યાન આવા ઘડાને રંગોથી સજાવી રહ્યા છે, ત્યારે હાલ તો નવરાત્રી પૂર્વે ગરબીની માંગમાં વધારો થવા સાથે પ્રજાપતિ પરિવારને સારી એવી આવક પણ થઈ રહી છે.

Latest Stories