ભરૂચ: બેવડી ઋતુના કારણે બીમારીના પ્રમાણમાં વધારો,સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

શિયાળના ધીમા પગલે આગમન વચ્ચે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ભરૂચમાં શરદી ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે

New Update
ભરૂચ: બેવડી ઋતુના કારણે બીમારીના પ્રમાણમાં વધારો,સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

શિયાળના ધીમા પગલે આગમન વચ્ચે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ભરૂચમાં શરદી ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે ત્યારે બેવડી ઋતુ બીમારી લઈને આવી હોય એવું લાગી રહ્યું છે

આરોગ્યવર્ધક શિયાળનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે જો કે સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાજેતરમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. બેવડી ઋતુના કારણે ભરૂચમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે.ખાસ કરીને શરદી ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો થયેલો જોવા મળી રહયો છે જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.એક તરફ શિયાળો અને બીજી તરફ ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે જેની અસર લોકોના સ્વાસ્થય પર જોવા મળી રહી છે. કોરોના કાળમાંથી લોકો માંડ માંડ બહાર આવ્યા છે ત્યારે બેવડી ઋતુના કારણે ફરી એકવાર બીમારીએ માથું ઊંચક્યું છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ ડો.એસ.આર.પટેલે સાવચેતી રાખવાની સલાહ આપી છે

Latest Stories