ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગની બિસ્માર હાલતના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પૂર્વ ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા અને છેક ઝનોર સુધીના માર્ગની દુર્દશાને લઈ રવિવારે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા હતા. વરસાદી માહોલમાં ખાડા પૂરોની માંગ સાથે વિસ્તારની પ્રજાએ તાત્કાલિક ખાડા પૂરવા માંગ કરી હતી ત્યારે સોમવારની સવાર પડતા જ તંત્ર રોડ રોલર, ડમ્પર, જેસીબી અને 15 થી વધુ કામદારોનો સ્ટાફ લઈ ઝાડેશ્વરથી તવરા રોડ પર પડેલા એકથી દોઢ ફૂટના ખાડા ભરવા કામે લાગી ગયું હતું.
મટિરિયલ્સ ખડકી 20 કિલોમીટરના આ માર્ગ પર ખાડા પુરવાની કામગીરી ચાલુ કરાતા સ્થાનિકો અને વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે.