ભરૂચ : ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા માર્ગ પર સર્જાયો ટ્રાફિકજામ, રાહદારીઓ સહિત વાહનચાલકો અટવાયા...

તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કર્યા બાદ પણ ખાડા યથાવત, વરસાદના પગલે ખાડા પડતાં વાહનચાલકોને ભારે હાલાકી.

New Update
ભરૂચ : ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા માર્ગ પર સર્જાયો ટ્રાફિકજામ, રાહદારીઓ સહિત વાહનચાલકો અટવાયા...
Advertisment

ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના મુખ્ય માર્ગ પર પડી ગયેલા મસમોટા ખાડાના કારણે તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ગતરોજ વરસેલા વરસાદમાં કલાકોની ગણતરીમાં જ માર્ગ ધોવાય જતાં ભારે ટ્રાફિક જામના કારણે રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Advertisment

છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડા પડી જતાં તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ગતરોજ વરસેલા વરસાદમાં કલાકોની ગણતરીમાં જ માર્ગ ધોવાય જતાં રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

તો બીજી તરફ, ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના મુખ્ય માર્ગ પર ભરદારી વાહનોની અવર-જવરના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાવાનું યથાવત રહ્યું છે. આ સાથે જ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ ટ્રાફિક જામના કારણે અટવાયા હતા, જ્યારે નર્મદા કોલેજ પાસે 108 એમ્બ્યુલન્સ ફસાતા ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી હતી.