/connect-gujarat/media/post_banners/020e65e571ce59e41bb492f2b1e767f8cc9f232a4b5ef2aa8d0079edd3fa192d.jpg)
ભરૂચના ધારાસભ્યની નોન પ્લાન રોડની ગ્રાન્ટમાંથી ઝાડેશ્વર ગામથી મકતપુર ગ્રામ પંચાયત સુધી RCC પેવર બ્લોક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ચૂંટાયેલા સભ્યની ઉપસ્થિતિમાં નવનિર્માણ પામેલ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
એક તરફ કોરોના મહામારીના કારણે રાજ્યમાં વિકાસ કામોની ગતિને બ્રેક લાગી હતી. જોકે, હવે સમગ્ર ગુજરાત કોરોનામુક્ત થવાના આરે છે. તો બીજી તરફ લોકોની સુખાકારીના ભાગરૂપે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વિકાસ કામોને ફરી વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર ગામથી મકતમપુર ગામને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્યની નોન પ્લાન રોડની ગ્રાન્ટમાંથી લગભગ 40 લાખ રૂપિયાના ખર્ચે 860 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ ધરાવતો આ માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં નવનિર્માણ પામેલ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.