Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદમાં બળબળતા તાપમાં પક્ષીઓની તરસ છીપાવવા જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને પાણીના કુંડાનું વિતરણ કરાયું...

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સહેલાથી પીવાનું પાણી મળી રહે તે માટે આમોદ નગર ખાતે જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને વિનામુલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

X

ઉનાળાની કાળઝાળ ગરમીથી સૌકોઈ પશુ-પંખી તેમજ મનુષ્યો ત્રાહિમામ પોકારી ઉઠે છે, ત્યારે અબોલ પક્ષીઓની તરસ છીપાવવા માટે આમોદના જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા દાતાઓના સહકારથી લોકોને વિનામુલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સહેલાથી પીવાનું પાણી મળી રહે તે માટે આમોદ નગર ખાતે જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને વિનામુલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી દાતાઓના સહકારથી જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ દાન કરવામાં આવે છે. આ સાથે જ પછાત વિસ્તારમાં જરૂરિયાતમંદોને અનુકંપા દાન કરવામાં આવે છે, ત્યારે જૈન એલર્ટ ગ્રુપના રાજુ શાહ તથા તેમની ટીમના સભ્યો દ્વારા દાતાઓના સહકારથી ઘરે ઘરે પહોંચી પક્ષીઓની તરસ છીપાવવા માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કુંડા વિતરણ કર્યા બાદ લોકોને વિનંતી કરવામાં આવી હતી કે, કાળઝાળ ગરમીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે, ત્યારે લોકોને પણ ઘરે પાણી ભરેલું કુંડ મુકીને અબોલ પક્ષીઓની સેવામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુકેશ જાદવ,ચંદ્રકાન્ત પટેલ,સગુન શાહ, નિમેષ પટેલ, ક્રિમેશ પટેલ, મહેશ પટેલ સહિતના આગેવાનોએ ઘરે ઘરે ફરી લોકોને કુંડા વિતરણ કર્યા હતાં, ત્યારે આમોદ નગરજનોએ જૈન એલર્ટ ગ્રુપના સરાહનીય કાર્યને ખૂબ બિરદાવ્યું હતું.

Next Story