Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નગરપાલિકા ખાતે અમૃત 2.0 તેમજ DAY-NULM અંતર્ગત "જલ દિવાલી" કાર્યક્રમ યોજાયો...

ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત 2.0 તેમજ DAY-NULM અંતર્ગત "જલ દિવાલી" કાર્યક્રમનું પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત 2.0 તેમજ DAY-NULM અંતર્ગત "જલ દિવાલી" કાર્યક્રમનું પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.

અમૃત 2.0 તેમજ DAY-NULM અંતર્ગત ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે ફેઝ-1ના “જલ દિવાલી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન દ્વારા કાર્યક્રમને અનુલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા NULMના સેલ્ફ હેલ્પ ગૃપના પ્રત્યેક મહિલા સભ્યનું પુષ્પગુચ્છથી સન્માન કરીને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. વોટર વર્કસ વિભાગ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ, અમૃત યોજના, વોટર ક્વોલીટી મોનીટરીંગ અને પાણીના બગાડ કઈ રીતે અટકાવી શકાય તે મુજબનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. SHG ગૃપ મેમ્બર્સને ભરૂચ નગરપાલિકા દ્વારા અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝીટ કરાવવામાં આવી હતી, અને આગામી સમયમાં SHG ગૃપ મેમ્બર્સને ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં વોટર ક્વોલીટી મોનીટરીંગ માટેના સેમ્પલીંગની તેમજ પાણીનો બગાડ ન થાય તે માટે IEC એક્ટીવીટી કરવા અંગેની તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપ પ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વોટર વર્કસ અને ગટર કમિટિ ચેરમેન, સમાજ કલ્યાણ કમિટિ ચેરમેન, અન્ય કમિટિના ચેરમેનો, સભ્યો, SHG ગૃપ મેમ્બર્સ સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story