Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો, ભગવાનને જળાભિષેક કરાયો...

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી પ્રતિ વર્ષની જેમ કાઢવામાં આવતી જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાય હતી.

X

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી પ્રતિ વર્ષની જેમ કાઢવામાં આવતી જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાય હતી.

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉડીયા સમાજના પરિવારજનો દ્વારા ભરૂચમાં તેમની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. જગન્નાથ સેવા સમિતિ અને ઉડીયા ઉત્સવ કમીટી દ્વારા આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મંદિર ખાતે વર્ષ 2007થી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જયેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને સોડશોપચાર વિધિ એટલે કે, જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. ઉડીયા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજાવિધિ કરાય હતી. જેમાં મંદિરમાં વિવિધ પાવન નદીના જળથી સોડશોપચાર વિધિ સાથે ભગવાન પર જળાભિષેક કરાયો હતો, ત્યારે હવે ભગવાન અષાઢી બીજના રથયાત્રાના દિવસ સુધી ભક્તોને દર્શન નહીં આપે, અને મંદિરના ગર્ભર્ગૃહમાં આશ્રય કરશે. જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ દ્વારા રથયાત્રાનું આયોજન હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર પરંપરાગત રૂટ પર કરવામાં આવનાર છે, ત્યારે આગામી તા. 20મી જૂનના રોજ બપોરના સમયે દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથયાત્રામાં નગર ચર્યાએ નીકળશે. જે માટે જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Next Story