Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર ખાતે 75માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

જંબુસર ખાતે 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી, પ્રાંત અધિકારી એ. કે કલસરીયાના હસ્તે ધ્વજવંદન.

X

જંબુસર ખાતે 75માં સ્વાતંત્ર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં જંબુસરના પ્રાંત અધિકારી એ. કે. કાલસરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે જ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે ડોક્ટર અને શિક્ષકોને પ્રાંત અધિકારી એ. કે. કલસરીયા અને મામલતદાર જી. કે. શાહના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જંબુસર શહેર પોલિસ સ્ટેશન ખાતે પી.આઈ. કે. વી. બારિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જંબુસર પોલીસના જવાનો અને હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ બાદ રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે તિરંગાને સલામી આપવામાં આવી હતી.

તો આ તરફ જંબુસર એસટી ડેપો પોલીસ ચોકી ખાતે વેપારી એસોસિએશન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં સૈયદ આરીફબાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં જંબુસર એસટી ડેપો વેપારી એસોસિએશનના સઇદ વેલકમ, અજિજ સત્કાર, મુન્ના રસદાવાલા, હારુન નેકી, ઉસ્માન શેખ, કાદર સોદાગર તેમજ નગરજનો હાજર રહ્યા હતા.

Next Story