Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર ભુતફળિયા ખાતે કેવડા ત્રીજ નિમિત્તે મહિલાઓ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી

ભુતફળિયા વિસ્તારમાં કેવડા ત્રીજની ઉજવણી, મરાઠા સમાજની મહિલાઓએ વિશેષ પૂજન કર્યું.

X

ભરૂચના જંબુસર ખાતે કેવડા ત્રીજ નિમિત્તે ભુતફળિયા વિસ્તારમાં મરાઠા સમાજની મહિલાઓ દ્વારા વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું.

ભાદરવા મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે જેને હરિયાળી ત્રીજ પણ કહેવાય છે. વર્ષોથી ભરૂચના જંબુસર ખાતે આવેલા ભુતફળીયામાં મરાઠા સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે કેવડાત્રીજ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવે છે અને સમાજની મહિલાઓએ 'કેવડાત્રીજ'નું વ્રત રાખીને ભગવાન શિવની ઉપાસના કરી હતી. કહેવાય છે કે, હજારો વર્ષ પહેલા માતા સતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખીને શિવલિંગ પર ભુલથી કેવડો ચઢાવી દીધો હતો.

ભગવાન શિવે પ્રસન્ન થઇને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા અને આશિર્વાદ આપ્યું હતું કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે બહેનો કેવડા ત્રીજનું વ્રત રાખીને શિવલિંગ પર કેવડો ચઢાવશે તેમની મનોકામના પૂર્ણ થશે. ત્યારે દરવર્ષે જંબુસરમાં મરાઠા સમાજની મહિલાઓ દ્વારા આ દિવસને ખુબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

Next Story