/connect-gujarat/media/post_banners/b3e241db108a198a6596e593015c15636b8cef25018c01d39397614600872e19.jpg)
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જંબુસર પોલીસ મથક ખાતે પોલીસવડા ડો. લીના પાટીલના અઘ્યક્ષસ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના છેવડાના વ્યક્તિ અને જાહેર જનતાને ધ્યાને લઇ લોકો પોલીસના સીધા સંપર્કમાં આવે અને પોતાના પ્રશ્નો રજૂ કરે, સાથે જ પોલીસ પ્રજાનો મિત્ર બની સમાજમાં પોલીસના ડરનો જે ખૌફ છે, તે દૂર થાય તેવા હેતુથી ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જંબુસર પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલના અઘ્યક્ષસ્થાને વાર્ષિક નિરીક્ષણ સહિત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓએ પ્રજાના પ્રશ્નો સાંભળી સારો પ્રતિસાદ આપ્યો હતો. સાથે જ તમામ ધર્મના અને દરેક સમાજના લોકો સુલેહ, શાંતિ અને ભાઈચારાથી રહેવાની જિલ્લા પોલીસવડાએ હાકલ કરી હતી.
તો બીજી તરફ, જંબુસર ભાજપના અગ્રણી ભાવેશ રમીએ મીઠાના ઓવરલોડ વાહનો પ્રાણપ્રશ્ન હોવા અંગે રજૂઆત કરતાં જિલ્લા પોલીસવડાએ તમામ ઓવરલોડ ગાડીઓ ડિટેઇન કરવાની સૂચના આપી હતી. આ લોક દરબારમાં જંબુસરના ડીવાયએસપી, જંબુસર પોલીસ મથકના પીઆઈ સહિત જંબુસર નગરના આગેવાનો, અગ્રણીઓ અને તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.