New Update
/connect-gujarat/media/post_banners/1b906af3f6f07c18c05a12332c1a70201663a563c6f00ef791281212c22ecba9.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમા પાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે જ વરસાદી પાણી નિકાલ માટે કાંસ સાફ કરાવામા આવ્યાં હતાં તેમ છતાંય વરસાદની એન્ટ્રી થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આજે વહેલી સવારે વરસાદની એન્ટ્રી થતાં જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં. જેને લઇ રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.