Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ વિકાસ પરિષદનું તંત્રને આવેદન, જાણો સમગ્ર મામલો..!

ભરૂચ જિલ્લાના જંબુસર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લાના જંબુસર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.આવેદનમાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં નર્મદા અને મહીસાગર જિલ્લામાં ગામની બાળાની થયેલી હત્યા મામલે દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય આવે તેવી માંગ કરવામાં આવી છે.

તાજેતરમાં નર્મદા જિલ્લામાં વણકર સમાજ પરિવાર ઉપર અન્ય સમાજના લોકોએ હુમલો કરી કહેર વરસાવ્યો હતો. તો બીજી તરફ તા. 18 માર્ચના રોજ મહીસાગર જિલ્લામાં અનુસૂચિત જાતિની બાળાનું અપહરણ અને દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી. જેનો 4 દિવસ બાદ કોથળામાં બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આવા ગંભીર ગુનેગારોને પકડી આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચના જંબુસર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત અને દેશભરમાં અનુસૂચિત જાતિ લોકો ઉપર અત્યાચાર વધી રહ્યો છે, અને સરકાર મુક પ્રેક્ષક બની છે, ત્યારે તાકીદે આ અંગે તપાસ કરી ગુનેગારોને નસિયત કરવામાં આવે તેવી જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ તેમજ સમાજના લોકોએ માંગ કરી છે.

Next Story