ભરૂચ: જંબુસરમાં નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ, મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત

જંબુસરમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ, મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત.

New Update
ભરૂચ: જંબુસરમાં નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ, મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત

ભરૂચના જંબુસર ખાતે આજરોજ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જંબુસર ખાતે સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ રૂપિયા ૮ કરોડના ખર્ચે તાલુકાની ત્રણ લાખ જેટલા નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવાની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રની મળી કુલ ૫૬ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

જે અદ્યતન હોસ્પિટલનું આજરોજ રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રીબીંગ કટિંગ અને શ્રી ફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ પ્રસંગે જિલ્લાના પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્ય ડી.કે.સ્વામી, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા અને આગેવાન કિરણ મકવાણા તેમજ જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories