ભરૂચ : જંબુસર પોલીસે 2 અલગ અલગ સ્થળેથી 20 જુગારીયાઓની કરી અટકાયત, લાખોનો મુદ્દામાલ જપ્ત...

જંબુસર પોલીસે 2 અલગ લગ સ્થળોએથી જુગાર રમતા 20 જુગારીયાઓને રૂ. 2.90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

New Update
ભરૂચ : જંબુસર પોલીસે 2 અલગ અલગ સ્થળેથી 20 જુગારીયાઓની કરી અટકાયત, લાખોનો મુદ્દામાલ જપ્ત...

ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસે 2 અલગ લગ સ્થળોએથી જુગાર રમતા 20 જુગારીયાઓને રૂ. 2.90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 4 જુગારી ફરાર થઈ તેઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, જંબુસર પોલીસ મથકનો સ્ટાફ જન્માષ્ટમી પર્વના તહેવારમાં પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, કાવા ગામના 2 ઈસમ નવી નગરી વિસ્તારમાં માણસો બોલાવી જુગારધામ ચલાવે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 24 હજાર અને 8 મોબાઈલ ફોન તેમજ 3 બાઇક મળી રૂ. 2.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ મુખ્ય સૂત્રધાર સહિત 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ચાર ઇસમો ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ, વેડચ પોલીસે પીલુદ્રા ગામના વાણિયા તલાવડી પાસે રહેણાંક મકાનની બાજુમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા, જ્યાં સ્થળ પરથી રોકડા 10 હજાર મળી કુલ 28 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત જુગાર રમતા જુગારી પીલુદ્રા નવી નગરીમાં રહેતા 3 લોકો સહિત 12 જુગારીયાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories