/connect-gujarat/media/post_banners/36d52c6197a66949d8d2761ec61c0b6e02685df6ed9f5b5158e69663f6d0b088.webp)
ભરૂચના જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લા પોલીસ વડાના અઘ્યક્ષ સાથે વાર્ષિક નિરીક્ષણ અને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી. વાય. એસ. પી ચૌધરી, અને જંબુસર પોલીસ સ્ટેશનના પી. આઈ. રબારી સાહેબની નિગરાનીમા લોકદરબાર યોજાયો હતો.
તાલુકાના છેવડાના વ્યક્તિ અને જાહેર જનતાને ધ્યાને લઇ લોકો પોલીસના સીધા સંપર્કમાં આવે અને લોકોના પ્રશ્નો રજુ કરે, પોલીસ પ્રજાનો મિત્ર બની સમાજમાં પોલીસના ડરનો જે એક ખોફ દૂર થાય એ હેતુથી લોક દરબાર યોજવામાં આવ્યો હતો. લોકદરબાર જંબુસર નગરના આગેવાનો અગ્રણીઓ અને હિન્દુ, મુસ્લિમ તમામ સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા.
જંબુસર પોલીસ સ્ટેશન સર્કિટહાઉસમાં લોકદરબાર તેમજ વાર્ષિક ઇન્સપેક્શન પૂર્ણ કરી જંબુસર તાલુકાના વાવલી અને અણખી ગમે અનુસૂચિત જાતિ સમાજના લોકોની મુલાકાત લઇ પ્રશ્નો સાંભળ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર નગરના ભાજપના અગ્રણી ભાવેશભાઈ રમીએ મીઠાની ઓવરલોડ ગાડી પ્રાણ પ્રશ્ન રજુઆત કરી જે સંદર્ભે જિલ્લા એસ. પી. એ મીઠાની તેમજ તમામ ઓવરલોડ ગાડીઓ ડિટેઇન કરવાની સૂચના આપી હતી.