Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસરના યુવાનની આફ્રિકામાં લૂંટના ઇરાદે હત્યા, પરિવારજનોએ શોકાતુર

આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં લૂંટ કરવા માટે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

ભરૂચ: જંબુસરના યુવાનની આફ્રિકામાં લૂંટના ઇરાદે હત્યા, પરિવારજનોએ શોકાતુર
X

આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં લૂંટ કરવા માટે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હાલ આ અંગે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ગયો હતો. જ્યાં તે ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં જોબ કરતો હતો. સોમવારે નિગ્રો લૂંટના ઇરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા, જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. નિગ્રો હથિયારો સાથે આવી પહોંચતાં નાસભાગ મચી હતી, જેના કારણે નિગ્રોએ ગોળીબાર કર્યો હતો. નિગ્રો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જુબેર પટેલને ગોળી વાગી હતી અને તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો જુબેરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે એ પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે જોહાનિસબર્ગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોહાનિસબર્ગમાં ગામના યુવાન દીકરાના મોતના સમાચાર મળતાં જ જંબુસર ગામ અને જુબેરના પરિવારમાં માતમ છવાયો હતો. વિદેશમાં વસતા ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાના પગલે તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે.

Next Story