ભરૂચના જંબુસર નગરમાં ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગંદકીના પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વરછ ભારત અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો છે જોકે ભરૂચની જંબુસર નગરપાલિકાના સત્તાધીશો પી.એમ.મોદીના આ સંદેશને સાર્થક કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય એવું લાગી રહ્યું છે. જંબુસર નગરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉભરાતી ગટરના કારણે માર્ગ પર દૂષિત પાણી ફરી વળે છે તો બીજી તરફ વિવિધ વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલયમાં અત્યંત ગંદકી જોવા મળી રહી છે જેના કારણે રાહદારીઓ અને મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. જંબુસર નગર સેવા સદનના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વાર ગંદકીના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે એ અત્યંત જરૂરી છે