ભરૂચ : સગીરાને લઈને નાસતા ફરતા આરોપીને જંબુસરના કાવી પોલીસે જુનાગઢથી દબોચી લીધો...

કાવી પોલીસે પોક્સોના ગુનામાં છેલ્લ એક મહીનાથી નાસતા ફરતા આરોપીને જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો

New Update
ભરૂચ : સગીરાને લઈને નાસતા ફરતા આરોપીને જંબુસરના કાવી પોલીસે જુનાગઢથી દબોચી લીધો...

ભરૂચ જિલ્લા કાવી પોલીસે પોક્સોના ગુનામાં છેલ્લ એક મહીનાથી નાસતા ફરતા આરોપીને જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો. આ સાથે જ કાવી પોલીસે સગીરાને મુક્ત કરાવી તેના પરિવારને સોંપી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના આરોપી કુલદિપ ભીમસીંગ રાઠોડે એક સગીરાને તેની પ્રેમજાળમાં ફસાવી પટાવી ફોસલાવી તેની સાથે ભગાડી ગયો હતો. આ મમાલે સગીરાના પરિવારજનોએ કાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને ગંભીરતાપૂર્ણ લઈ કાવી પોલીસ મથકના PSI વૈશાલી આહીરએ નાસતા ફરતા આરોપી અને ભોગ બનનાર સગીરાની માહિતી એકત્ર કરી હતી. PSI વૈશાલી આહીરએ આરોપી કુલદીપ રાઠોડના મોબાઈલનું IMIE નંબર શોધી કાઢી ટેકનીકલ સોર્સના આધારે આરોપીના મોબાઇલ નંબરનું લોકેશન જુનાગઢ જીલ્લા ખાતે બતાવતું હતું. કાવી પોલીસ મથકના PSI વૈશાલી આહિરે ખાનગી રાહે માહિતી મેળવી તાત્કાલિક એક ટીમ બનાવી જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકા ખાતે મોકલી આપી હતી. પોલીસે લોકેશનના આધારે આરોપી કુલદીપ રાઠોડને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી, ત્યારે હાલ તો કાવી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories