Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, કસુંબીનો રંગ ઉત્સવ ઉજવાયો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, ભરૂચમાં યોજાયો કાર્યક્રમ, કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન.

X

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની નિમિતે આજરોજ રાજ્યના 33 જિલ્લામાં પણ કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમનુ આયોજન કરાયું હતું.રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ આરોગ્ય અને રાજયમંત્રી કિશોર કાનાણીની અધ્યક્ષતામાં પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે યોજાયો.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કવિ અને શાયર ઝવેરચંદ મેઘાણીનું જીવન કવન દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવી સાથે ઉપસ્થિત રાજયમંત્રીના હસ્તે જિલ્લા પુસ્તકાલયોમાં મેઘાણીના 80 પુસ્તકોના સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ કસુંબીનો રંગ ઉત્સવ અંતર્ગત યોજાયેલ ઝવેરચંદ મેઘાણી રચિત શોર્ય ગીતો અને કાવ્યોની રસભર રચનાઓને ભરૂચના જાણીતા કલાકાર દેવેશ દવેએ કંઠ આપ્યો હતો અને ઉપસ્થિત લોકોને મેઘાણીની યાદ અપાવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા ક્લેક્ટર ડો.એમ.ડી મોડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story