ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના જન્મ દિવસને દેશભરમાં બાળ દિવસની તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે આજે બાળ દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
તા. 14 નવેમ્બરના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તા. 27 મે 1964ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અવસાન બાદ દર વર્ષે તેમની જન્મજયંતીના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે, જવાહરલાલ નેહરુને બાળકો અતિપ્રિય હતા. આથી તેમની યાદમાં બાળ દિવસ ઉજવવા માટે તેમના જન્મદિવસને પસંદ કરવામાં આવ્યો છે. જેમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના અધિકાર, શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને તેમની સરસંભાળ માટે આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ વેશભૂષાઓ સાથે ચાચા નેહરુ અમર રહોના નારા વચ્ચે જવાહરલાલ નેહરુનો જન્મદિવસ ઉજવી યાદ કરવમાં આવ્યા હતા. આ પ્રસંગે મુન્શી સ્કૂલના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષિકગણ સહિત મોટી સંખ્યામાં નાના ભૂલકા ઉપસ્થિત રહ્યા હતા.