Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના વઢવાણા ગામે આવેલ મહાદેવ મંદિરનું ધોવાણ, સંરક્ષણ દિવાલ બનાવવા માંગ

ભરૂચના ઝઘડીયામાં નર્મદા નદીના કિનારે આવેલું છે મંદિર, પૌરાણિક શંખેશ્વર મહાદેવનું મંદિરનું ધોવાણ.

X

ભરૂચના ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા નદી તટે પૌરાણિક શંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઇ રહ્યું હોવાની વિગતો સામે આવી છે.

ભરૂચના ઝઘડિયાના વઢવાણા ગામે શંખેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું ધોવાણ થઇ રહ્યું છે. આ સ્થળ નદીની તદ્દન નજીકમાં હોવાથી જગ્યાનું થઇ રહેલું ધોવાણ અટકાવવા નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરુર છે.

આ બાબતે ગયા વર્ષે લેખિતમાં રજુઆત પણ કરવામાં આવી હતી. આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ત્યારે વહિવટીતંત્ર દ્વારા આળસ ખંખેરી વહેલીતકે સંરક્ષણ દિવાલની કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Next Story