ભરૂચ: ઝઘડીયાના રાજપારડીમાં વાહન ચેકિંગ, ઓવરલોડ 10 વાહન ચાલકો ઝડપાયા

New Update
ભરૂચ: ઝઘડીયાના રાજપારડીમાં વાહન ચેકિંગ, ઓવરલોડ 10 વાહન ચાલકો ઝડપાયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની જીએમડીસી ફાટક નજીકથી આજરોજ વાહન ચેકિંગ દરમિયાન ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિનાના વાહનો ઝડપાતા નિયમ ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

દશથી વધુ વાહનો ઓવરલોડ જથ્થો ભરેલા, ત્રણ જેટલા વાહનો રોયલ્ટી ચોરી સાથેના આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ઝડપાયા હતા. પ્રાંત અધિકારીની ડ્રાઈવના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.