ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે ૨૦૦થી વધુ યુવાનો અને મહિલાઓ આપમાં જોડાયા

New Update

ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે ગામના હોલમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ મોટી ભાગોળ, રૂંધ, તોઠીદ્રા તરસાલી અને ભાલોદની મહિલાઓ સહિત ૨૦૦થી વધુ યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.


તરસાલી ગામના એસ.વાય. મલેકને આમઆદમી પાર્ટી તાલુકા સહ સંગઠન મંત્રી તરીકે નિમણુંક આપવામાં આવી હતી તેમજ તાલુકા યુવા ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ રણાની નિમણુંક કરાઈ હતી.

#Bharuch #AAP Bharuch #AAP #AAP leaders #Connect Gujarat News #Jhagadiya News #AAP News
Here are a few more articles:
Read the Next Article