ભરૂચ : ઝઘડીયાની કંપનીમાં નોકરીના ઇન્ટરવ્યુમાં બે "રોજગારો ઉમટી પડયાં, પોલીસ બોલાવવાની પડી ફરજ

લોર્ડઝ પ્લાઝા હોટલ ખાતે રખાયું હતું ઓપન ઇન્ટરવ્યુ, 500થી વધારે લોકો ભેગાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા.

ભરૂચ : ઝઘડીયાની કંપનીમાં નોકરીના ઇન્ટરવ્યુમાં બે "રોજગારો ઉમટી પડયાં, પોલીસ બોલાવવાની પડી ફરજ
New Update

રાજય સરકાર ભલે બેરોજગારોને નોકરી આપવાના દાવા કરી રહી છે પણ ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં 500થી વધારે બેરોજગારો ઉમટી પડયાં હતાં. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી લોર્ડઝ પ્લાઝા હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરાયું હતું.

ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીમાં વેકેન્સી પડતાં ભરૂચની લોર્ડઝ પ્લાઝા હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં. કંપનીમાં નોકરી મેળવવા માટે રાજયભરમાંથી બેરોજગાર યુવક અને યુવતીઓ ભરૂચ ખાતે આવી પહોંચ્યાં હતાં. 500 કરતાં વધારે લોકો ભેગા થઇ જતાં કોવીડ-19ની ગાઇડલાઇનના ધજાગરા ઉડી ગયાં હતાં. સરકાર ભલે રોજગારીના દાવા કરતી હોય પણ ભરૂચ જિલ્લાની કંપનીઓમાં યોજાતા ઓપન ઇન્ટરવ્યુમાં ઉમટી પડતી બેરોજગારોની ભીડ કઇક અલગ જ સ્થિતિ બયાન કરી રહી છે.

બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાને વિખેરી નાંખ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં ભલે કોરોનાના કેસ ઘટયાં હોય પણ કોરોનાનો ખતરો હજી ઓછો થયો નહિ હોવાથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. સમગ્ર ઘટનાક્રમ અંગે સામાજીક અગ્રણી અબ્દુલ કામઠીએ આ પ્રમાણે જણાવ્યું હતું.

#Bharuch Police #Jhagadiya News #Lords Plaza #unemployed youth #Open Interview #Bharuch #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article