ભરૂચ: કોંગ્રેસે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા વિવાદ

સસ્પેન્ડેડ સભ્યએ કોંગ્રેસનાં આગેવાનો પર લાગવાયા ગંભીર આરોપ.

New Update
ભરૂચ: કોંગ્રેસે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા વિવાદ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવતા વિવાદ થયો છે. આ તરફ ઇન્દ્રજીતસિંહ પરમારે કહ્યું હતું કે તેઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં વિવાદ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને આગેવાન ઇન્દ્રજીતસિંહ પરમારને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યુ હતું કે આ અગાઉ પણ ઇન્દ્રજીતસિંહ પરમારને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જો કે બાદમાં સહાનુભૂતિ રાખી ફરીથી તેઓને પક્ષમાં લેવામાં આવ્યા હતા જો કે તેઓએ ફરીથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચાલુ રાખી હતી જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તરફ ઇન્દ્રજીતસિંહ પરમારે જણાવ્યુ હતું કે તેઓએ રાજીનામું આપ્યું છે. તેઓએ જણાવ્યુ હતું કે તેઓ 36 વર્ષથી કોંગ્રેસનાં કાર્યકર છે. તેઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ ન કરી હોવાના દાવા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો પર જ ગંભીર આક્ષેપ કર્યા હતા.

Latest Stories