Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જે.પી.કોલેજના વાર્ષિકોત્સવ ઉમંગ-2024ની ભવ્ય ઉજવણી કરાય, વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરી

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વાર્ષિકોત્સવ ઉમંગ-2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વાર્ષિકોત્સવ ઉમંગ-2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભરૂચ શહેરની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા દર વર્ષે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ કોલેજ દ્વારા વાર્ષિકોત્સવ ઉમંગ-2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અલગ અલગ 15 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. એન.બી.પટેલ, સ્ટુડન્ટ કાઉન્સીલના ચેરમેન ડો. બી.બી.ધીવર, પ્રાધ્યાપકો અને કોલેજ સ્ટાફ મિત્રો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉસ્તાહપૂર્વક ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story