Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા વાગરા પંથકમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો

ભરૂચની ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ માટે જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા મોબાઈલ સાયન્સ લેબનો કોન્સેપ્ટ પ્રસ્તૂત કરાયો હતો.

ભરૂચ : જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા વાગરા પંથકમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો
X

ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું જ્ઞાન મળે તે માટે મોબાઈલ સાયન્સ લેબ તેમજ કુપોષિત બાળકો માટે ન્યુટ્રીશન કીટ અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચની ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ માટે જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા મોબાઈલ સાયન્સ લેબનો કોન્સેપ્ટ પ્રસ્તૂત કરાયો હતો. જુબિલન્ટ ઈન્ગ્રેવિયાના સીઈઓ અને મેનેજીંગ ડાયરેક્ટર રાજેશ શ્રીવાસ્તવ અને ટીમ તેમજ વોરા સમની ગામના સરપંચ ઝાકીર પટેલ દ્વારા આ મોબાઈલ સાયન્સ લેબને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. મોબાઈલ સાયન્સ લેબના માધ્યમથી ધોરણ 6થી 8ના બાળકોને અદ્યત્તન રીતે રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, જીવવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓનો અભ્યાસ કરાવવામાં આવશે. આ નવીવ પ્રયોગથી બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ લેબનો લાભ વાગરા પંથકની 14થી વધુ શાળાઓને મળશે. આ ઉપરાંત જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન-ભરૂચ ટીમ દ્વારા વાગરા તાલુકાના કુપોષિત બાળકોને ન્યુટ્રીશન કીટ અર્પણ કરવામાં આવી હતી. વાગરા અને વોરા સમની ગામમાં 50થી વધુ ન્યુટ્રિશનલ કિટ્સનું વિતરણ કરાયુ હતુ. તેમજ આ મુદ્દા વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો. આ સાથે જ આગામી દિવસોમાં પણ અનેક સ્થળે આ પ્રકારની કિટનું વિતરણ કરવામાં આવશે. આ ન્યુટ્રીશન કીટમાં મગની દાળ, ચણાની દાળ, પ્રોટીન પાવડર અને ગોળનો સમાવેશ થાય છે.

Next Story