Connect Gujarat
ભરૂચ

ભરૂચ “ચુકાદો” : ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને આજીવન કેદ...

ભરૂચ જિલ્લાના ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને અંકલેશ્વર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

X

ભરૂચ જિલ્લાના ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને અંકલેશ્વર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં 2 લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીનું મોત થયું હતું.

ભરૂચ જિલ્લામાં અતિસંવેદનશીલ ગણાતા હાંસોટમાં વર્ષ 2015 બાદ આધિપત્ય સ્થાપિત કરવા 2 જૂથ વચ્ચે ગેંગવોર ચાલતી હતી. જેમાં તા. 6 જૂન 2017 મંગળવારની સાંજ રક્તરંજિત બની હતી. જેમાં કોંગ્રેસના અગ્રણી અને નામચીન શાબીર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાય હતી. હાંસોટ ખાતે 2 જૂથ વચ્ચે ચાલતી ગેંગવોરમાં શાબીર કાનુગાની સામેના જૂથ દ્વારા ફાયરિંગ કરી હત્યા કરાય હતી. જે અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કુલ 13 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાનીના આધારે 6 વર્ષ બાદ 13 આરોપી પૈકી 10 આરોપીઓને આજીવન કેદની સજા, જ્યારે 2 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે, તો અન્ય એક આરોપીનું કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત નીપજ્યું હતું. કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા તાકવાની સાથે વિવિધ આઈ.પી.સી ધારા હેઠળ સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, ચકચારી શાબીર કાનુગા હત્યા કેસના ચુકાદાને લઇ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો હાંસોટ ખાતે પણ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Next Story