ભરૂચની કે. જે. પોલીટેકનિક કોલેજ ખાતે શ્રમ અને રોજગારના વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દિલપ ઠાકોરના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો 72મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો.
કોરોના મહામારીના કારણે ઓક્સિજનનું મહત્વ માનવજીવન માટે કેટલુ મહત્વનું છે તેનો અહેસાસ કરાવ્યો હતો. તે માટે જ વૃક્ષ બચાવો જીવન બચાવો સૂત્ર સાથે સરકારના વનીકરણ વિભાગ દ્વારા અવારનવાર લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવી જીવનમાં એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવા હેતુસર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા શહેરના ભોલાવ ખાતે આવેલ કે. જે. પોલીટેકનિક કોલેજ ખાતે 72માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજય કક્ષાના મંત્રી દિલીપકુમાર ઠાકોરનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.