ભરૂચ: કામાંધ આચાર્યએ નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વર્ગખંડમાં જ પોતાની હવસનો શિકાર બનાવી

ગુરુ અને શિક્ષકના સંબંધોનો લાંછન લગાડતો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના આચાર્યએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે ક્લાસરૂમમાં જ દુષ્કર્મ આચર્યું હતું.

New Update
ભરૂચ: કામાંધ આચાર્યએ નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વર્ગખંડમાં જ પોતાની હવસનો શિકાર બનાવી

ભરૂચમાં ગુરુ અને શિક્ષકના સંબંધોનો લાંછન લગાડતો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના આચાર્યએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે ક્લાસરૂમમાં જ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો પવિત્ર હોય છે પરંતુ કેટલાક વાસનાનંધ શિક્ષકો આ પવિત્ર સંબંધોને લજવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ભરૂચમાં પણ પ્રકાશમાં આવ્યો છે. ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યાલયનો આચાર્ય રાકેશ પરમાર વાસનામાં તો એવો ચકચૂર થયો કે તેને ધોરણ 9માં અભ્યાસ કરતી એક બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવી. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો. સરસાવતી વિદ્યાલયનો કહેવાતો આચાર્ય રાકેશ પરમાર તેની શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9ની વિદ્યાર્થિની પર નજર બગડતો હતો અને તેની સાથે નાપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચારતો હતો. જે વર્ગખંડમાં બાળકોને શિક્ષાના પાઠ ભણાવવામાં આવતા હતા એ જ વર્ગખંડમાં આ બાળકી સાથે નરાધમ આચાર્ય પોતાની વાસના સંતોષતો હતો. વારંવાર થતી આવી હરકતોથી ગભરાય ગયેલ બાળકીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની બહેનને કરી હતી અને ત્યાર બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતા સમજી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે કામાંધ આચાર્ય વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ગણતરીના સમયમાં જ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories