Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદમાં આતંક મચાવનાર કપીરાજને વન વિભાગ દ્વારા પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારો

ભરૂચના આમોદમા આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

X

ભરૂચના આમોદમા આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલ નવી નગરીમા છેલ્લા કેટલાક સમયથી કપીરાજ આતંક મચાવતો હતો જેમાં આમોદ ના રેહવાસી અને નગર પાલિકા ના સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવનાર માર્સલ ભાઈ સોલંકી પોતાના ઘરે પાછળ ગયા હતા તે દરમ્યાન પાછળ ના ભાગે બેસેલા કપીરાજે અચાનક કુદકો મારી હાથ ના ભાગે બચકા ભરી લેતા જોત જોતામાં લોકો ના ટોળા એકઠા થઇ ગયા હતા જ્યારે ભારે જહેમત બાદ સ્થાનિક લોકો એ કપીરાજ થી છોડાવી માર્સલ ભાઈ સોલંકી ને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા જયા તેઓને અંદાજીત પાંચ થી વધુ ટાંકા આવ્યા હતા.ગત રોજ બનેલા આ બનાવ ની વિગત આમોદ નગર પાલિકા ના સદસ્ય કમલેશ ભાઇ સોલંકી એ જંગલ વિભાગ ના અધીકારી ને કરી હતી જે સંદર્ભે જંગલ વિભાગ દ્રારા કપીરાજ ને પકડવા માટે પાંજરા મુકયા હતા જે નિમિતે આજ રોજ જંગલ વિભાગ ના અધિકારી ઓ તેમજ નેચર સેવીંગ ફાઉન્ડેશન સાથે મડી ભારે જેહમત બાદ કપીરાજ ને પાંજળે પુરવા મા આજ રોજ સફળતા મળી હતી

Next Story