ભરૂચ : કસક ગરનાળા પાસેના દાદરને ખુલ્લો રાખવા માટે કોંગ્રેસની રજુઆત

કસક ગરનાળાનું કરાઇ રહયું છે વિસ્તૃતિકરણ, કામગીરી દરમિયાન દાદર બંધ થઇ જાય તેવી સ્થિત.

New Update
ભરૂચ : કસક ગરનાળા પાસેના દાદરને ખુલ્લો રાખવા માટે કોંગ્રેસની રજુઆત

ભરૂચના કસક ગરનાળાને પહોળુ કરવાની કામગીરી દરમિયાન ત્યાં લોકોની અવરજવર માટે બનાવાયેલો દાદર બંધ થઇ જાય તેવી સ્થિતિમાં હોવાથી સ્થાનિક રહીશો વિરોધ કરી રહયાં છે. લોકોની સમસ્યાના સંદર્ભમાં કોંગ્રેસના આગેવાનોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજુઆત કરી છે.

ભરૂચ શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતાં કસક ગરનાળામાં પહેલાં હજારો વાહનોની અવરજવર રહેતી હતી પણ ત્યારબાદ ભોલાવ ખાતે ફલાયઓવર બની ગયાં બાદ વાહનોની સંખ્યામાં ઘટાડો થયો છે. થોડા વર્ષો પહેલાં રેલવે વિભાગની કામગીરી દરમિયાન કસક ગરનાળુ સાંકડુ બની ગયું હતું. કસક ગરનાળાનો વાહનવ્યવહાર ભુગુઋુષિ બ્રિજ પર ડાયવર્ટ થઇ ગયાં છે. કસક ગરનાળાને હાલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કસક ગરનાળાને પહોંળુ કરવામાં આવશે ત્યારે ત્યાં આવેલા એક દાદરનું અસ્તિત્વ નાબુદ થઇ જશે.

ગોલ્ડનબ્રિજ અને કસકને જોડતો આ એકદમ શોર્ટકર્ટ વાળો દાદર છે અને આ દાદર બંધ થતાં લોકોની હાલાકીમાં વધારો થશે. લોકોની આ સમસ્યાના સંદર્ભમાં કોંગ્રેસના આગેવાનોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજુઆત કરી છે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિકકી શોખીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ ડીઝાઇનમાં ફેરફાર કરી દાદર ન તોડવો પડે તેવા પ્રયાસો કરવાની ખાતરી આપી છે.

Latest Stories