ભરૂચ: કસક ગરનાળાનો દાદર દૂર નહીં કરાતા સ્થાનિકો રાહત, ત ત્રનો માન્યો આભાર

ભરૂચના કસક ગરનાળાને પહોળુ કરવાની કામગીરી, દાદર દૂર કરવાનો લેવાયો હતો નિર્ણય.

New Update
ભરૂચ: કસક ગરનાળાનો દાદર દૂર નહીં કરાતા સ્થાનિકો રાહત, ત ત્રનો માન્યો આભાર

ભરૂચના કસક ગરનાળાને હાલ પહોળું કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરી દરમ્યાન ગરનાળાનો દાદર દૂર નહીં કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે.

Advertisment

ભરૂચના કસક વિસ્તારમાં આવેલાં ગરનાળાને પહોળો કરવાની કામગીરી ગત રવિવારે શરૂ થતાં કસક ગરનાળા પાસેથી ઉપર જવાના દાદરને તોડવાની કવાયત હાથ ધરાઇ હતી. જોકે, સ્થાનિકો તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા દાદર નહીં તોડવાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે સોમવારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સ્થાનિકો-કોંગ્રેસના આગેવાનોએ લેખિતમાં વાંધા અરજી આપી દાદર નહીં તોડવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ગરનાળાની આસપાસમાં રહેતાં લોકોને તેમજ વાહનો-ટ્રેનમાં અપડાઉન કરતાં લોકોને ગરનાળા નીચેથી ઉપર જવા માટે દાદરા પરથી જવાનો અત્યંત ટૂંકો રસ્તો હોવાને કારણે જો તે બંધ કરાય તો હજારો અપડાઉન કરતાં લોકો માટે સમસ્યા સર્જાય તેવી શક્યતાઓ અંગે વાકેફ કરવામાં આવ્યાં હતાં. મંગળવારે સવારના સમયે આર એન્ડ બીના અધિકારીઓએ જાતે સ્થળ નિરીક્ષણ કરી સ્થાનિકો સાથે સ્થળ પર ચર્ચા કર્યાં બાદ દાદર યથાવત રહે અને ઉપરના નાળાને પહોળું કરી શકાય તે રીતે કામગીરી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી જેના પગલે સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે અને તેઓએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.