ભરૂચ : કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતું જંબુસરનું કાવા ગામ, ગ્રામજનોની દયનીય હાલત...

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. આ સમયમાં પીવાના પાણીની તાતી જરૂરિયાત હોય છે

New Update
ભરૂચ : કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતું જંબુસરનું કાવા ગામ, ગ્રામજનોની દયનીય હાલત...

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. આ સમયમાં પીવાના પાણીની તાતી જરૂરિયાત હોય છે, ત્યારે પાણી પુરવઠાના પાપે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામના ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામના ગ્રામજનોને આશરે દોઢ કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે. મીઠા પાણી માટે સરપંચ સહિત લોકોએ અનેક રજૂઆતો કરેલી છે. તેમ છતાંય કાવાના ગ્રામજનોને 2 માસથી પીવાનું મીઠું પાણી મળતું નથી. હાલ તો કાવા ગામમાં સ્થાનિક ગ્રામજનો જૂની નવી પાઇપલાઇન અને વહીવટી મંજૂરી વચ્ચે ધગધતા તાપ વચ્ચે મહિલા સહિત ના ગ્રામજનો ખુલ્લા પગે પીવાના પાણી ભરવા મજબૂર બન્યા છે. ગ્રામજનોનું જણાવ્યા પ્રમાણે ગામમાં ટાંકી તળાવ અને કૂવો પણ છે. પરંતુ ત્યાં પાણી પીવા લાયક નથી મીઠા પાણી માટે 2 કિલોમીટર ચાલવાની ફરજ પડી રહી છે. બહાર કામ કરીને આવ્યા બાદ પીવાના પાણી માટે ગામની બહાર ભર તડકામાં પોતાની અને પરિવારની તરસ છીપાવવા માટે અમે મજબૂર બન્યા છે. ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા નલ સે જલ યોજનાની વાતો માત્ર અમારા ગામના લોકોના કાને સંભળાય તો છે. પરંતુ અમારા ગામ સુધી આ યોજના પહોંચી નથી.

કાવા ગામના સરપંચ કલ્પેશ ગોહિલે દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે અઢી મહિનાનો સમય અમે સરપંચને આપ્યો હતો. પરંતુ સરપંચ દ્વારા ગામના સુખાકારી માટે સરકારમાં ગામની અંદર ના કનેક્શન માટે મળવા પાત્ર ગ્રાન્ટ માટેની અરજી આપવામાં આવી હતી. જે મંજૂર પણ થઈ ચૂકી છે. પરંતુ આચારસંહિતાના કારણે આ કામ અટક્યું હતું. આ મામલે સરપંચે વધુ મુદ્દત માંગી હતી, જે શક્ય ન હોય અને જો તે દરમિયાન 25 વર્ષ જૂની પાઇપલાઇનમાં કોઈ ખામી સર્જાય તો કાવા ગામ સહિતના ગામોમાં પાણી પુરવઠો ખોરવાય જાય. જે પરિસ્થિતિને ધ્યાને રાખીને પાણી પુરવઠા બોર્ડ દ્વારા અઢી મહિનાની મુદત આપ્યા છતાં પણ કોઈ કામગીરી કરાતા આખરે નવી લાઈન શરૂ કરવાની ફરજ પડી છે. કાવા ગામમાં ભરઉનાળે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચી શકે આવનારા સમયમાં જેમ જ આચારસહિતા પૂર્ણ થશે અને ગ્રાન્ટ આવશે, અને ગ્રામ પંચાયત દ્વારા કનેક્શન અને ઇન્ટિરિયર પાઇપલાઇનના કનેક્શન નાખવામાં આવશે.

તો બીજી તરફ, પાણી પુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પાણીની લાઇન નાખવાની કામગીરી કરી ગામવાસીઓને પૂરતું અને સમયસર પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવનાર છે. આ બાબતે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, જંબુસર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં જૂની પાઇપલાઇનની જગ્યાએ નવી પાઇપલાઇનનો નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, ત્યારે આગામી દિવસોમાં વહેલી તકે ગ્રામજનોને પીવાનું મીઠું પાણી મળતું થઈ જશે.

Latest Stories