ભરૂચ : જંબુસરના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામેથી ઝડપી પાડ્યો...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : જંબુસરના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામેથી ઝડપી પાડ્યો...
New Update

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહા નિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે અપાયેલ સૂચનાના આધારે જંબુસરના કાવી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી કાર્યવાહી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, છેલ્લા 5 વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હાનો નાસતો ફરતો 35 વર્ષીય આરોપી જયંતિ વાઘેલા રહે; વત્રા ગામ, ખંભાત, જીલ્લો આણંદ. જેને કાવી પોલીસે જંબુસરના ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#Bharuch #Gujarat #absconding #CGNews #accused #Jambusar #Kavi police #burglary
Here are a few more articles:
Read the Next Article