Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયા તાલુકામાં ભર શિયાળે કેસુડો ખીલી ઉઠતા કૂતુહલ, ગ્લોબલ વોર્મિંગની અસર !

સામાન્ય રીતે ફાગણ માસમાં કેસુડો ખીલતો હોય છે. પરંતુ ઝઘડિયા તાલુકામાં કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય ફેલાયું છે

X

ગ્લોબલ વોર્મિંગને લઈ ફાગણ માસમાં ખીલતા કેસુડાના ફૂલો ભર શિયાળે ખીલી ઉઠ્યા છે. જેમ જેમ આપણે ટેકનોલોજી તરફ આગળ વધી રહયા છે, તેમ તેમ ગ્લોબલ વોર્મિંગની અસર પણ વધી રહી છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં ભર શિયાળે કેસુડો ખીલી ઉઠતા કૂતુહલ સર્જાયું છે.

સામાન્ય રીતે ફાગણ માસમાં કેસુડો ખીલતો હોય છે. પરંતુ ઝઘડિયા તાલુકામાં કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય ફેલાયું છે. કેસુડો ચામડીના રોગોને મટાડવા માટે ખુબ જ ઉપયોગી હોય છે. જેથી મોટી કંપનીઓ હોળીના રંગ બનાવવા માટે કેસુડાનો ઉપયોગ કરતી હોય છે. સાથે પાણીમાં કેસુડો પલાળી સ્નાન કરવાથી ચામડીના રોગ પણ મટતા હોય છે. પરંતુ સમય કરતા વહેલો કેસુડો ખીલતા લોકો આશ્ચર્યમાં મૂકાયા છે.

ઝઘડિયાથી ઉમલ્લા વચ્ચે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં બે મહિના પહેલાં જ આ વખતે કેસૂડો ખીલેલો જોવા મળી રહ્યો છે.ફાગણ માસમાં કેસુડો ખીલી ઉઠતો હોય જેની જગ્યાએ ભર શિયાળે ઠંડીના ચમકારાની વચ્ચે કેસુડો જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે

Next Story