Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પેવર બ્લોક રોડની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત,આગેવાનો રહ્યા ઉપસ્થિત

X

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારના નર્મદા નિગમ કોલોનીથી જ્યોતિ નગરપાણી ટાંકી સુધીના પેવર બ્લોક રોડની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ

ભરૂચ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલ નર્મદા નિગમ કોલોની, ભોલાવથી જ્યોતિનગર પાણીની ટાંકી, મકતમપુર સુધી થનાર પેવર બ્લોકનું કામનુ ખાતમુહુર્ત કર્યું હતું.ભરૂચના નર્મદા નિગમથી જ્યોતિનગર પાણીની ટાકી જવાનો માર્ગ ઝાડેશ્વરને જોડતા શોર્ટકટ રસ્તા તરીકે વાહન ચાલકો માટે સૌથી ઉપયોગી રસ્તો માનવા આવે છે.આ માર્ગ પર પાણીની લાઈન સહિતની કામગીરી થવાની હોય એક તરફના માર્ગને જ પેવર બ્લોકથી બનાવા આવ્યો હતો.જે કામગીરી પૂર્ણ થતાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અંદાજીત 1.10 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઇ પટેલ, વિનોદભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશમિસ્ત્રી સહિત આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Next Story