ભરૂચ : નંદેલાવ ગામના અંજુમન પાર્કમાંથી કુટણખાનું ઝડપાયું, એ’ ડિવિઝન પોલીસે કરી માતા-પુત્રની અટકાયત

ભરૂચના નંદેલાવ ગામમાં આવેલા અંજુમન પાર્કના એક મકાનમાં ચાલતું કુટણખાનું એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે.

ભરૂચ : નંદેલાવ ગામના અંજુમન પાર્કમાંથી કુટણખાનું ઝડપાયું, એ’ ડિવિઝન પોલીસે કરી માતા-પુત્રની અટકાયત
New Update

ભરૂચના નંદેલાવ ગામમાં આવેલા અંજુમન પાર્કના એક મકાનમાં ચાલતું કુટણખાનું એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે મકાનમાંથી એક મહિલા અને તેના પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ અંજુમન પાર્ક નામની સોસાયટીમાં રહેતી મહિલા પોતાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી કુટણખાનું ચલાવતી હતી. આ અંગેની માહિતી ભરૂચ એ’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરિયાને મળી હતી. જેથી તેઓએ શહેર ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એ.ઝાલા અને સ્ટાફના માણસોને કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. જેમાં ડમી ગ્રાહક બનીને પોલીસ કર્મીને મોકલી તપાસ કરવા જણાવ્યું હતું. ડમી ગ્રાહકે શરીરસુખ માણવા મહિલાને 1 હજાર રૂપિયા આપ્યા હતા, ત્યારબાદ મહિલાએ તેને રૂમમાં જવાનું કહેતા ખાતરી થતાં જ ડમી ગ્રાહકે પોલીસ અધિકારીને મિસકોલ કરતાં એ’ ડિવિઝન પોલીસે તેના મકાનમાં પંચોની હાજરીમાં રેડ કરી હતી. જેમાં ઘરમાંથી કુટણખાનું ચલાવનાર મહિલા મળી આવી હતી. પોલીસે તેના ઘરની તલાસી લેતા નીચેના રૂમમાં એક મહિલા અને ઉપરના માળે જોતા અંદરના રૂમમાંથી અન્ય એક મહિલા તથા એક પુરૂષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે સ્થળ પરથી માતા-પુત્રની ધરપકડ કરી તેમની પાસેથી 3 નંગ મોબાઈલ અને રોકડા રૂ. 17 હજાર જપ્ત કર્યા હતા. પોલીસે બન્ને આરોપી સામે ધી ઈમોરલ ટ્રાફિક પ્રીવેન્સન એક્ટ-1956 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#Bharuch #Gujarat #CGNews #Nandelav village #A' Division police #Kutanakhana #caught #Anjuman Park
Here are a few more articles:
Read the Next Article