New Update
/connect-gujarat/media/post_banners/860e45a546a70c806b762bcc476e87bff42f3660fdc95b05f5e5558e8f221081.jpg)
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 10માં આવેલ કાસમ બાગ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 10માં આવેલ કાસમ બાગ વિસ્તારની મહિલાઓ આજરોજ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને મુખ્ય અધિકારી સંજય સોનીને રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં રસ્તા પાણી અને વિજળી સહિતની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ખાસ કરીને પીવાનું પાણી ન મળતું હોવાના કારણે મહિલાઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે પ્રાથમિક સુવિધા મળતી થાય એવી માંગ કરવામાં આવી છે.
Latest Stories