Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત

જિલ્લામાં કાકાના હુલામણા નામથી ખ્યાતિ પ્રાપ્ત એવા સ્વ.જયેશ અંબાલાલ પટેલના નામે ઝાડેશ્વર ખાતે શિક્ષણ સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

X

ભરૂચ શહેર જિલ્લામાં કાકાના હુલામણા નામથી ખ્યાતિ પ્રાપ્ત એવા સ્વ.જયેશ અંબાલાલ પટેલના નામે ઝાડેશ્વર ખાતે શિક્ષણ સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે કાકાના હુલામણા નામથી જાણિતા એવા અને લડાયક નેતા સ્વ.જયેશ પટેલની કર્મભૂમિમાં જયેશભાઈ અંબાલાલ પટેલ શૈક્ષણિક સંકુલનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ શાળા કેળવણી મંડળના પ્રમુખ અને સ્વ . જયેશ પટેલના ધર્મપત્ની કલ્પનાબેન પટેલ પુત્ર મહર્ષિ ઉપસ્થીત રહ્યા હતા.આ સંકુલ શૈક્ષણિક દ્રષ્ટીએ ખુબ આદર્શ સંકુલ તરીકે સાબિત થશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડક અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલે વ્યકત કર્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિહ અટોદરિયા ,પુર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા , તાલુકા પંચાયતના સભ્ય કૌશિક પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it