Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અંકલેશ્વરના સારંગપુર નજીકથી જુગાર રમતા 6 લોકો LCB પોલીસના હાથે ઝડપાયા...

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતી

ભરૂચ : અંકલેશ્વરના સારંગપુર નજીકથી જુગાર રમતા 6 લોકો LCB પોલીસના હાથે ઝડપાયા...
X

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર જીઆઇડીસી પો.સ્ટે. વિસ્તારના સારંગપુર=રાજપીપળા રોડની બાજુમાં આવેલ પાકીજા હોટલની પાછળ ખુલ્લામાં જુગાર રમતા 6 આરોપીને કુલ રૂ. 48,210/-ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતીકે, સારંગપુર રાજપીપળા રોડ પર આવેલ પાકીજા હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા મળી પૈસાથી પત્તા-પાના વડે હાર જીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે સારંગપુર રાજપીપળા રોડ પર આવેલ પાકીજા હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર અંગે સફળ રેડ કરતા જુગાર રમતા 6 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દાવ પરના રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન નંગ 4 તથા પાથરણું સહીત કુલ કિ.રૂ. 48,210/- ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story