/connect-gujarat/media/post_banners/c7e7cc8d0c0f403ac3d4b4be01aa4e13edd9999be76b03ba409e0ae2cc0c8b25.webp)
ભરૂચઝઘડિયા તાલુકાના તેજપોર ગામે દીપડાએ દેખા દેતા ગ્રામજનો દ્વારા ઝઘડીયા વનવિભાગને જાણ કરવામાં આવી હતી જે બાદ વનવિભાગના કર્મચારીઓ દ્વારા 10 દિવસ પેહલા તેજપોર ગામની નહેર પાસે પાજરૂ મુકવામાં આવ્યું હતું દીપડાને લલચાવવા પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું હતું ત્યાર બાદ આજરોજ વહેલી સવારે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી કે એક દીપડો પાંજરમાં પુરાયો છે તેની જાણ થતા ઝઘડિયા વનવિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને પાંજરામાં પુરાયેલ દીપડાને સલામત રીતે ઝઘડિયા વનવિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થાને છોડી મૂકવામાં આવશે તેમ જણાવામાં આવ્યું હતું