Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોની તંત્રને રજૂઆત...

પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.

X

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. અને ત્યારબાદ જીલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી હતી.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાના મુદ્દે પાલિકા વિપક્ષના સભ્યો સાથે સ્થાનિકોએ વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે, જ્યાં લાંબા સમયથી લો-વોલ્ટેજ સહિત વારંવાર વીજ કાપની સમસ્યા સામે આવી છે. જે અંગે વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આખરે કંટાળીને વિવિધ સોસાયટીના અગ્રણીઓ સહીત સ્થાનિકોએ પાલિકા વિપક્ષના સભ્ય એવા વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સભ્ય ઇબ્રાહિમ કલકલ સાથે પાંચબત્તી વિસ્તાર સ્થિત વીજ કચેરી ખાતે હાય હાયના નારા સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરતા વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ સ્થાનિકોએ જીલ્લા કલેકટર કચેરી ખાતે પણ રજૂઆત કરી હતી. લો-વોલ્ટેજના કારણે ઉનાળામાં બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી પડતી હોવાનું જણાવવા સાથે વીજ ઉપકરણોને પણ નુકશાન થતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે, હવે આ સમસ્યાનું નિવારણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તો બીજી તરફ, વીજ કચેરીના ઇજનેર દ્વારા રહીશોની રજૂઆત બાદ સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story